વડોદરા : રાજકીય પક્ષોને કોરોનાને લઈને કરાયેલા કાયદાનો કોઈપણ પ્રકારનો ડર હોય નહિ એ પ્રકારે ખુલ્લેઆમ તંત્રની મીઠી નજર તળે કાયદાનો ભંગ કરીને ભાજપના નેતાઓ કાર્યક્રમો યોજી રહયા છે.કોરોનાની ગાઈડ લાઈનનો ધરાર ભંગ કરીને બેફામ બનેલા ભાજપના નેતાઓ આડેધડ મનસ્વી રીતે કાર્યક્રમો યોજીને ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારીઓ કરી રહયા છે. જેમાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધરાર ઉજાગરા ઉડતા જોવા મળ્યા હતા. બર્થ ડે બોય એવા કાઉન્સિલર મનીષ પગારે દ્વારા ખાનગી કંપનીએ આપેલા અનાજને પોતાના ખિસ્સામાંથી એકપણ રૂપિયો ખર્ચ્યા વિના પોતાના નામે ચઢાવી દીધું હતું.જે અનાજ લેવાને માટે ગરીબો દ્વારા પડાપડી થતા સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા ઉડયા હતા. મનીષ પગારેના કાર્યક્રમનું સંચાલન કરનાર સંતોષ તિવારી નામના કાર્યકર વારંવાર માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરવાને માટે સતત માઈક પરથી જાહેરાત કરતા હતા.પરંતુ આશ્ચર્યની બાબત તો એ હતી કે, તેઓના મોઢા પર જ માસ્ક નહોતો!