વડોદરા, તા.૧૮

ટીમ વડોદરા દ્વારા શહેરને ઐતિહાસિક હેરીટેજ સિટીનો દરજ્જાે મળે તેની સાતે ટુરીઝમ કેવી રીતે વધી શકે તે માટેના પ્રયાસોના ભાગરૂપે ઐતિહાસિક ન્યાયમંદિરમાં પાલિકા તંત્ર દ્વારા સિટી મ્યુઝિયમ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે ત્યારે ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારતમાં શું-શું કરી શકાય તે માટે તા.૨૯મી જુલાઈએ સવારે ૯ વાગ્યાથી તજજ્ઞો અને બુદ્ધિજીવીઓની ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તજજ્ઞો દ્વારા ઐતિહાસિક ન્યાય મંદિર ઈમારતમાં ફરતા - ફરતા કઈ જગ્યાએ શું કરવું તે વિશે ચર્ચા વિચારણા કરાશે.

અન્ય ક્યા ક્યા મુદ્દા ચર્ચાયા?

• સુરસાગર તળાવમાં લાઈટ એન્ડ ફાઉન્ટન શો

• લેસર શો સાથે શિવજીની આરતી

• પદ્માવતી શોપિંગ સેન્ટરના સ્થાને વ્યુવિંગ ગેલેરી, લેન્ડસ્કેપ ગાર્ડન

• ન્યાય મંદિર ઈમારત પર શહેરની ઝાંખી દર્શાવતો લેસર શો

• ટ્રાફિક ડાયવર્ઝન

• આંતર રાષ્ટ્રીય કક્ષાના ફુટ કોર્ટ હેરિટેજ વોકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા?

બાળકૃષ્ણ શુકલ - દંડક વિધાનસભા મયંક પટેલ, ક્રેડાઈ પ્રમુખ, વડોદરા, શૌર્ય પટેલ - આર્કિટેક્ટ, સુમેશ મોદી- સુરત સમીર ખેરા, આર્કિટેક્ટ હિસ્ટોરીયલ, મુકુંદ ગુરવ - હિસ્ટોરીયન, જ્યોર્તિનાથ મહારાજ - હિસ્ટોરીયન, પ્રો. દિપક કન્નલ - એક્સપર્ટ, ફાઈનઆટ્‌ર્સ, રૂચિર શેઠ - આર્કિટેક્ટ, અનિરૂધ દેહાડે, આર્કિટેક્સ, જીતેશ ત્રિવેદી - ટીડીઓ, કોર્પોરેશન, રાજેશ આયરે - પૂર્વ કાઉન્સિલર, ચંદ્રશેખર પાટીલ, - હિસ્ટોરીયલ, કિર્તી પરીખ - સામાજીક કાર્યકર, કોકીલ સેન- હિસ્ટોરીયન. ચાર દરવાજા, માંડવીને નવું સ્વરૂપ અપાશે

હેરીટેજ વોકમાં ઉપસ્થિત કેગના પ્રમુખ મયંક પટેલ, આર્કિટેક્ટ રૂચીર શેઠ, શૌર્ય પટેલ સહિત તજજ્ઞોએ હેરીટેજ સિટી તરીકેનું વડોદરાને સ્થાન મળે તે માટે ઐતિહાસિક વારસાની સાથે આધુનિકતાનો સમન્વય જરૂરી હોવાનું કહ્યું હતું.

સુરતના જાણીતા આર્કિટેક ન્યાય મંદિર અને ચાર દરવાજા વિસ્તારનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું

વડોદરાની મધ્યમાં આવેલ ન્યાય મંદિરની ઐતિહાસિક ઈમારતની સ્થિતિ શું? તેની સુરક્ષા અને રીકન્સ્ટ્રક્શન કરીને ઉપયોગીતા કેવી રીતે થઈ શકે અને બ્રિટીશ લાયબ્રેરીમાં ન્યાયમંદિરના ડોક્યુમેન્ટ છે તેનો અભ્યાસ કરીને સૂરતના જાણીતા આર્કિટેક્ટ સુમેશ મોદીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને પ્રેઝન્ટેશન સાથે ન્યાયમંદિર અને ચાર દરવાજા વિસ્તારમાં શું થઈ શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

ઐતિહાસિક ન્યાય મંદિરની કામગીરી ત્રણ તબક્કામાં કરવા વિચારણા

ગુજરાત સરકારે ઐતિહાસિક ન્યાયમંદિર ઈમારત વડોદરા કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગમાં સિટી મ્યુઝીયમની સાથે કન્વેશન સેન્ટર વિકસાવવાનું આયોજન વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં કરવામાં આવ્યું છે. ત્યારે સાંજે હેરીટેજવોક દરમિયાન થયેલી ચર્ચા દરમિયાન ન્યાયમંદિરની કામગીરી ત્રણ તબક્કામાં કરવાની વિચારણા કરવામાં આવી હતી.