અમદાવાદ-

231 તાલુકા પંચાયતોમાંથી 7159માં ભાજપ, 11માં કોંગ્રેસ અને 2માં અન્ય આગળ છે. જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકા પંચાયતમાં બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટી જ્યારે આણંદપર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઉપલેટા તાલુકા પંચાયતની હરણી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીમાભાઈ ચાવડાનો વિજય છે. જેતપુર તાલુકા પંચાયતની આરબટીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવાર ગોપાલ પરમારનો વિજય થયો છે અને બોરડી સમઢીયાળા બેઠક પર અપક્ષ ઉમેદવાર મનોજ પરમારનો વિજય થયો છે. 2021ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં નિર્ણય થઈ જાય એવી શક્યતા છે.

231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપના 111, કોંગ્રેસના 5, અન્યને 1 મળીને કુલ 117 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.84 ટકા જેટલું મતદાન થયું હતું. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે તાલુકા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો.

231 તાલુકા પંચાયતોમાંથી 71માં ભાજપ, 11માં કોંગ્રેસ અને 2માં અન્ય આગળ, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ તરફી વલણ જોવા મળ્યું હતું.