અમદાવાદ-

ગુજરાત નું સહકારી માળખું એ સમગ્ર દેશ માં જાણીતું છે.ગુજરાત માં સહકારી દૂધ મંડળી હોય કે ખેતીવાડી માર્કેટયાર્ડ હોય એમનો વહીવટ કરોડો નું હોય છે અને હવે સહકાર માં પણ રાજકારણ નો પ્રવેશ થયો છે. ત્યારે ગુજરાત ના સહકારી માળખામાં પ્રથમ વખતે એક મહિલાએ પેનલ બનાવી સહકારી માળખામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના અંતરિયાળ અને છેવાડા ના વિસ્તાર બનાસકાંઠા ના પાંથાવાડા માં ધી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ એટલે કે માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી એ ચૂંટણી માં પેનલ સાથે જંપલાવ્યું છે.

અને પોતાની પેનલ વિજય થશે તેવો દાવો કર્યો છે.સાથે મહિલાઓ ને સહકારી માળખામાં પણ 50 ટકા અમાનત મુજબ સીટો મળવી જોઈએ તેવી માંગ કરી છે. જોકે હાલના વર્તમાન ચેરમેન સવસિંહ ચૌધરી પણ ભાજપ ના છે. ત્યારે ભાજપની માર્કેટયાર્ડ હોવા છતાં ભાજપ સામે ઉમેદવારી કરી હોવાના સવાલમાં તેઓએ સહકારમાં પાર્ટી ને કશું લેવાદેવા હોતું નથી.અને મહિલાઓ પણ હવે સહકારી વહીવટ કરે તે હેતુથી મેં ઉમેદવારી કરી છે. જોકે ફાલ્ગુનીબેનની ખેડૂત પેનલમાં અન્ય એક મહિલા પણ છે અને તમામ ઉમેદવારો અલગ અલગ જાતિના છે એટલે દરેક જાતિ ને ન્યાય મળે તેવા પ્રયત્ન પણ કર્યા છે.