ડભોઇ,તા.૮

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી ના આજરોજ પરિણામ જાહેર થતાં આજરોજ ડભોઇ ૧૪૦ વિધાનસભા સીટના ભાજપ ના દિગ્ગજ નેતા શૈલેષભાઇ મહેતાએ જંગી બહુમતીથી સતત બીજી વાર જીત હાંસલ કરી હતી . ડભોઇ ૧૪૦ વિધાનસભા ના ઉમેદવાર શૈલેષભાઇ મહેતા એ ૮૮૭૯૨ મત મેળવી પોતાના હરીફ ઉમેદવાર બાલકૃષણ પટેલ ને ૨૧૦૦૦ મતો ની જંગી સરસાઇ થી હાર આપી હતી. ચૂંટણી પહેલા જ શૈલેષભાઇ મહેતા એ પ્રવચન માં કોગેસ ના ઉમેદવાર ને ચાબખા મારતા પ્રહારો કરયા હતા. પાંચ વષઁ થાય એટલે આવી જવું અને અહીં નાતી- જાતી નું રાજકારણ કરવું ! અરે ભાઇ અહીંયા તો મોદી સાહેબ નું રાજનિતી ચાલે !

વિકાસની રાજનીતી ચાલે છે કોઇ જાતી-વાદી ની રાજનિતી નથી ચાલતી ! અત્યાર સુધી પાતળી બહુમતી થી આ સીટ જીતાતી હતી તે હવે ઐતાસીક બહુમતી થી આ સીટ જીતાવાની છે. એ વાત આજે સાથઁક નીવડી હતી . અને આ વખતે આ વખતે આ સીટ પર ભાજપ ની હેટરીક વાગશે અને યોગાનુયોગ મારો અ.નં ૨ છે અને ૨ નંબર છે તો બીજી વાર પણ હું જ જીતવાનું છું એ પણ નક્કી છે. અને જ્યારે ૫ તારીખે મતદાન થશે અને પછી ૮ તારીખે રિઝલટ આવશે ત્યારે તેમને ખબર પડશે કે હું એ ઘર છોડી ને બહુ મોટી ભુલ કરી છે . ભાજપ માંથી સસપેનડ થયેલા બાલકૃષણ પટેલ ઢોલાર કોગેસ માંથી ટીકીટ લઇ આ સીટ પર લડ્યા હતાં પરંતુ ગુજરાત માં જયાં મોદી- શાહ ની લહેર ચાલે ત્યાં આજે હરીફ ઘુંટણીએ દેખાય રહી છે. શૈલેષ ભાઇ મહેતા ની વિજય સરઘસ માં છેક વડોદરાના ગામો જેમ કે રતનપુર , કુઢેલા, પલાસવાડા,ભીલાપુર , માવલી, વણાદરા, નવાપુરા,અલહાદપુરા, થુવાવી, બનૈયા, અંગઠણ, રાજલી, અંબાવ, સહિતના લોકો તેમનું સ્વાગત કરવા સ્વાયંભુવ રોડ પર આવી ગયા હતા.

ડભોઇ ખાતે વિજય સરઘસ આવી પહોંચતા જ તેમના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને ડી.જે ના તાલે તેમનું ભવ્ય સ્વાગત કરી સિંહ તો સિંહ કહેવાય એના ગળે સાંકળ બંધાય ના સાવજ તો સાવજ કહેવાય એના ગળે પટ્ટો બંઘાય ના ના ગીત સાથે નેતા નું વિજય સરઘસ આગળ વધી રહ્યું હતું શૈલેષ ભાઇ એ સૌ મતદારો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો .