ઘણીવાર લોકો સારામાં સારી જગ્યાની શોધમાં હોય, જ્યાં જઇને તેઓ પોતાના પાર્ટનર સાથે મોસ્ટ રોમેન્ટીક સમય પસાર કરી શકે અને જિંદગીભર માટે તેમનું હનીમુન યાદગાર રહી જાય. આવી જ એક રોમેન્ટીક અને ક્યારેય ભુલી ન શકાય તેવી જગ્યા છે. બોરા બોરા ફ્રેંચ પોલિનેશિયામાં આવેલો એક આઇલેન્ડ છે. આ આઇલેન્ડ લેગુન અને બેરિયર રીફથી ઘેરાયેલો છે. તે દુનિયાના ખુબ જ રોમેન્ટીક ડેસ્ટીનેશનમાં સામેલ છે. 

લોકો તેને રોમેન્ટીક આઇલેન્ડ કહે છે. આ આઇલેન્ડ કપલ્સ માટે પ્રેમની ક્ષણો વીતાવવા માટે તેમજ હનીમુન માટે પરફેક્ટ જગ્યા છે. સુમસામ બીચથી લઇને લેગુન સુધી તે પ્રેમનો માર્ગ કહેવાય છે. અહીં માત્ર 19 કિલોમીટર દુર કોરાલ રીફથી બનેલો એક દ્વીપ છે જે દિલના આકારનો છે. આ કારણે તેનું નામ રોમેન્ટીક આઇલેન્ડ પડ્યુ છે. 

અહીં ફુલો સાથે જોડાયેલી એક ખાસ વાત જાણી લેવી જરુરી છે. જો કોઇ મહિલાના ડાબા કાન પર ફુલ લાગેલુ હોય તો તેનો અર્થ છે તે કોઇની સાથે રિલેશનશીપમાં છે. જો તેના બંને કાનમાં ફુલ છે તો તેનો અર્થ છે તે સિંગલ છે અને તમે તેનો એપ્રોચ કરી શકો છો. કેવી રીતે બન્યો હતો આ આઇલેન્ડ

બોરા બોરામાં સો કરતા પણ વધુ સુંદર બીચ છે. મેતિરા બીચને ટોપ 10માં સ્થાન મળ્યુ છે. લગભગ 40 લાખ વર્ષ પહેલા જ્વાળામુખી ફાટવાથી આ આઇલેન્ડ બન્યો હતો. ક્યારેક આ જગ્યા ખુબ જ સુમસામ રહેતી હતી. પછી અહીં ટોંગનથી આવીને લોકો વસ્યા. એવું માનવામાં આવે છે કે જ્વાળામુખી ફાટ્યા બાદ આ દ્રીપ પર આવનારા એ લોકો પહેલા હતા.