છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકા પંચાયત સામે આવેલા પીવાના ફિલ્ટર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. પાઈપલાઈનમાં ભંગાણ પડતા ઉભા રોડ પરથી પાણી વહી રહ્યું છે.જ્યારે નસવાડી નગરમાં પાણી અમુક વિસ્તારમાં પહોંચતુ નથી ત્યારે નસવાડી તાલુકા પંચાયત કચેરીની સામે પાણી વહી રહ્યું છે. પરંતુ તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે.આ ફિલ્ટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.ત્રણ દિવસથી પીવાનું પાણી ગટરોમાં વહી રહ્યું છે.તંત્રની ઘોર બેદરકારીના કારણે પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.નસવાડી ટાઉનમાં રોજનું હજારો ગેલન પાણી ગટરોમાં વહી રહ્યું છે.