ગાંધીનગર-

ગુજરાતભરમાં મગફળી કૌંભાડે ચકચાર મચાવી હતી. ત્યારે ચકચાર જગાવનાર મગફળી કાંડની તપાસ હજુ પણ લાંબી ચાલે તેવા એંધાણ છે. ઉલ્લેખનીય છે કે મગફળીકાંડની તપાસ માટે રાજ્ય સરકારે ૧.૩૨ કરોડના બજેટની ફાળવણી કરી છે. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ૪ ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે સરકારે હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી.

ઉલ્લેખનીય છે કે મગફળીકાંડમાં અત્યાર સુધી ૧૯ આરોપીઓ ધરપકડ બાદ જામીન પર મુક્ત થયા છે. મહત્વનું છે કે સીઆઇડી ક્રાઇમ મગફળી કાંડની તપાસ કરી રહી છે. વર્ષ ૨૦૨૦- ૦૨૧માં પણ આ તપાસ શરૂ રાખવા માટે સરકારે માતબર રકમની ફાળવણી કરી છે.