પાદરા.તા.૫

પાદરા માં વધુ બે કોરોનાં પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી, પાદરાના નવાપુરા વિસ્તારમા આવેલ રામેશ્વરનગર સોસાયટીમાં રહેતા મહિલા તથા નવાપુરા ની રાયણવાળી ખડકી માં યુવાન ને કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તાર ને કન્ટેઇનમેન્ટ ઝોન અને તેની આસપાસ ના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. પાદરામાં અત્યાર સુધી કુલ ૬ કોરોના કેસ પોઝીટીવ નોંધવા પામ્યા છે જેમાં ૧ નું મોત નીપજ્યું છે અને ૧ નો રીપોર્ટ નેગેટીવ આવતા સાજા થઇ રજા આપવામાં આવેલ છે જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે. વિસ્તારના લોકો માં ભય નો માહોલ વર્તાયો છે. પાદરા શહેર માં પણ બે કેસ પોઝિટિવ આવતા પંથક માં ચકચાર મચી જવા પામી છે, પાદરા નાં વોર્ડ નંબર ૬ ના બે વિસ્તાર રામેશ્વર સોસાયટી તેમજ રાયણવાળી ખડકી માં કેસ પોઝીટીવ આવતા ખળભળાટ મચ્યો છે. રામેશ્વર સોસાયટી ની એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા મહિલા ને સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેમજ પાદરા ના નવાપુરા વિસ્તારમાં આવેલ રાયણવાળી ખડકી માં એક યુવાન ને પણ પોઝિટિવ આવતા તેને ગોત્રી ખાતે ખસેડવામાં આવ્યો છે. જયારે પાદરા નગર પાલિકા ના વોર્ડ નંબર.૬ ના એકજ વિસ્તાર નવાપુરા ના એક સોસાયટી તેમજ ફળિયા વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા તંત્ર ની ચિંતા માં વધારો થયો હતો. પાદરા માં બે કેસ આવતા આરોગ્ય વિભાગ માં પણ દોડધામ મચી હતી.