પાદરા

પાદરામાં કોરોના પોઝિટિવ્ના રવિવારે વધુ પાંચ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે પાદરામાં કુલ કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓની સંખ્યા ૯૮૦ ઉપર પહોંચી ગઈ છે જે ચાર આંકડા, એક હજાર નજીક પહોંચવા જઈ રહી છે. જાે કે, પાદરામાં કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દદ્યીઓમાં પણ વધારો થયો છે જે પાદરા માટે સારા સમાચાર કહી શકાય.પાદરામાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૨૮૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કોરોનાના કેસો પોઝિટિવના આવતા હતા જ્યારે ર૭પ નેગેટિવ આવ્યા હતા. પાદરા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મહેન્દ્રભાઈ બારિયા અને મયુરભાઈએ હેલ્થ બુલેટીનમાં જણાવ્યું હતું કે, આજે ૨૮૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પાદરામાં ચાર કોરોનાના કેસ નોંધાયા છે, જે જુદા જુદા વિસ્તારના હોવાનું જાણવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો. જેમાં લતીપુરા ગામનો સમાવેશ થાય છે. લતીપુરામાં આજે બીજા દિવસે પણ કોરોનાનો કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાદરામાં અત્યાર સુધીમાં ૬૩૦ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા ૯૮૦ ઉપર પહોંચી જવા પામેલ છે, જે ૧૦૦૦ની નજીક છે.