વડોદરા, તા.૨

કેન્દ્ર સરકારની લોકલ ફોર વોકલ અને રેલ્વે મંત્રાલયના સહયોગથી આઈઆરસીટીસી દ્વારા ફેબ્રુઆરીમાં બે પીલગ્રીમ સ્પેશિયલ અને માર્ય મહિનામાં બે ભારત દર્શન વિશેષ ટ્રેન દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.ટ્રેનમાં પાચ સ્લીપ ક્લાસ અને પાંચ ૩ ટાયર એસી કોચનો સમાવેશ હશે.યાત્રા દરમિયાન કોવિડ સલામતીના તમામ પગલા લેવામાં આવશે તેમ આઈઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યુ હતુ. અમદાવાદ સ્થિત આઈઆરસીટીસીની રિજીનલ ઓફિસ દ્વારા આ ચાર વિશેષ ટ્રેનો ચલાવાનુ આયોજન કર્યુ છે. આ અંગે માહિતી આપતા આઈઆરસીટીસીના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લા તેમજ અન્ય અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ તમામ ટ્રેનો રાજકોટ થી શરૂ થશે અને રાજકોટ પરત આવશે.પ્રથમ પીલગ્રીમ ટ્રેન તા.૧૪મી ફેબ્રુઆરીએ દક્ષીણ ભારતમાં નાશિક, ઔરંગાબાદ, પરલી, કુર્નુલ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારી વગેરે સ્થળે જશે જ્યારે બીજી પીલગ્રીમ ટ્રેન તા.૨૭મી ફેબ્રુઆરીના રોજ ઉપડશે જે વારાણસી, ગયા, કોલકત્તા, ગંગા સાગર, પૂરી વગેરે સ્થળે જશે. માર્ચ મહિનામાં ભારત દર્શન ટ્રેન જે મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમુૃતસર, વેષ્ણોદેવી જ્યારે બીજી ટ્રેન રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરૂવાયુર, તિરૂપતિ અને મૈસુર વગેરે સ્થળે જશે.આ ચારે ટુર૧૨ થી ૧૪ દિવસનો સમય રાખવામાં આવ્યો છે. સાથે ચારે પ્રવાસમાં ટ્રેન મુસાફરી સાથે ભોજન,નાસ્તો, માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ, ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા ઉપરાંત સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આઈઆરસીટીસી દ્વારા કેવડિયા માટે ટૂર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે.

માર્ચ મહિનાથી ગોલ્ડન ચેરિઓટ ટ્રેન ચલાવાશે

આઈઆરસીટીસી દ્વારા આગામી માર્ચ મહિનાથી બેંગલોર થી પાંચ સિતારા સુવિધા વાળી વિશેષ ટ્રેન ગોલ્ડન ચેરિઓટ ચલાવવામાં આવશે. જે કર્ણાટકના વિવિધ દર્શનિય સ્થળોની યાત્રા કરાવશેે. જે માટે બે પેકેજીસ રાખવામાં આવ્યા છે.એક જ્વેલ ઓફ સાઉથ અને પ્રાઈડ ઓફ કર્ણાટક નો સમાવેશ થાય છે.