રાનકુવા, તા.૧૪ 

હાલ વૈશ્વિક કોરોના મહામારીમાં દેશમાં હાહાકાર મચ્યો છે ત્યારે આરોગ્ય અંગે ચિંતિત જોવાયા. એવા સમયમાં ગણદેવી પંથકમાં કચરાના તેમજ એંઠવાડ ના ઢગલા- ઉકરડામા આળોટી સમગ્ર શહેરમાં રખડવાથી રોગચાળો ફેલાવતા ડુક્કરોના ઝુંડને હટાવવા કાયમી નિરાકરણ માટે અસરકારક આયોજન કરવાને બદલે ઇજારદારને સાચવવાની તંત્ર દ્વારા મથામણ થઇ રહી છે.

ગણદેવી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ ખાતર ખેડ મોટો ખર્ચ કરી પરસેવો પાડી તમામ ખેતપેદાશો ઉછેરે છે ઍવા હાલના કપરા સમયમાં ગણદેવી આજુબાજુ ગામો ખેરગામ. રહેજ.તોરણ ગામ.દુવડા જેવા ગામમાં હાલ ખૂબ જ ત્રાસ વધી ગયેલો છે. આ અંગે ખેડૂતો તેમજ ગણદેવી શહેરને વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદ પાલિકા સહિત તંત્ર ને પણ જાણ કરવામાં આવેલ હોય ત્યાર પછી કોઇ પગલાં લેવાતા નથી.

ગણદેવી શહેરમાં સોસાયટી વિસ્તાર પાણીની ટાંકી.જલારામ મંદિર.તેલુગુ સોસાયટી. મકલા ફળિયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં અને ગંદકી વાળી જગ્યાઓમાં આ ડુક્કરો ના ટોળા કચરામાં આળોટતા અને કચરો ફંગોળતા જાવા મળી રહ્‌ના છે ત્યારે ગણદેવી શહેર ખાતે સોચાલય ઘરે મુક્ત ગણદેવી ઍવોર્ડ મેળવેલ હોય ત્યારે ડુક્કરો ને શહેરમાંથી દૂર કરવા જરૂરી બન્યા છે. શહેરમાં ડુક્કરોનીસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે જે જાહેર સ્થળો અને મળમૂત્ર કરી ગંદકી ફેલાવે છે તેમ છતાં શાસકોના અકળ મૌન અંગે શહેરમાં ચર્ચા જાગી છે. સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર પાલિકાને ડુક્કરો કેમ દેખાતા નથી તેની ચર્ચા છે.