માંડવી, તા.૧૮ 

માંડવી નગર અને તાલુકામાં એક જ દિવસમાં કોરોના ના ૬ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. માંડવી નગર અને તાલુકા થઈ અત્યાર સુધી કુલ ૬૦ કેસો નોંધાતા પ્રજાજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરાયેલ કોરોનાવાયરસ (કોવિડ - ૧૯) આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તેની અસર સ્વરૂપે માંડવી તાલુકામાં એક જ દિવસમાં ૬ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. જેમાં માંડવી નગરમાં આવેલ બરોડિયા વાળ વિસ્તારમાં એક જ ઘરમાં માતા (ઉ.વ.૬૦) અને પુત્ર (ઉ.વ. ૨૬) ને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે કાછીયા ફળિયા ખાતે એક ૪૮ વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ તાલુકામાં નરેણ ગામે નવા ફળિયા ખાતે ૫૦ વર્ષીય વૃધ્ધાને, ઉશ્કેર ગામે કોલોનીમાં ૪૩ વર્ષીય પુરુષને અને તડકેશ્વર ગામ ખાતે મરઘાં કેન્દ્ર (કોલોની ફળિયા) માં ૨૩ વર્ષીય યુવતીને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોમ આઇસોલેટ કરી યોગ્ય સારવારની જોગવાય કરવામાં આવી હતી અને તે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તેમજ નગર પાલિકા દ્વારા તે વિસ્તારને સેનેટાઇઝ પણ કરી દેવામાં આવ્યો હતો.