મુંબઇ-

મુંબઈમાં એક ડૉક્ટર ત્રીજી વાર કોરોનાથી સંક્રમિત થઈ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે વેક્સિન લગાવ્યા બાદ પણ ડૉક્ટર મહામારીની ઝપટમાં આવી ગઈ છે. મુલુંડ વિસ્તારની રહેનારી ડૉક્ટર સૃષ્ટિ હલારી ગત વર્ષે જૂન ૨૦૨૦થી લઈને ત્રીજીવાર સંક્રમિત થઈ છે. તેણે આ વર્ષે વેક્સિન લીધી હતી. વેક્સિનેશન બાદ સંક્રમણ થઈ જવાને લઈને ચાલી રહેલી સ્ટડી અંતર્ગત ડૉક્ટર સૃષ્ટિના સ્વેબ સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે કલેક્ટ કરવામાં આવ્યા હતા.

ડૉક્ટર્સ પ્રમાણે ત્રીજીવાર સંક્રમણની પાછળ અનેક કારણ હોઈ શકે છે, જેમાંથી જીછઇજી૨ વેરિયન્ટ્‌સથી લઈને ઇમ્યુનિટી લેવલ અથવા ખોટો ડાયગ્નોસ્ટિક રિપોર્ટ પણ કારણ હોઈ શકે છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે સૃષ્ટી હલારીના સેમ્પલ્સને એ ચેક કરવા માટે કલેક્ટ કરવામાં આવ્યા છે કે વેક્સિનેશન છતાં તે સંક્રમિત કેવી રીતે થઈ ગઈ. આમાંથી એક સેમ્પલ બીએમસી અને બીજું પ્રાઇવેટ હૉસ્પિટલ તરફથી કરવામાં આવ્યું છે.

અત્યારે સંક્રમણની તપાસ કરવામાં આવી રહી છે. ડૉક્ટર હલારી ૧૭ જૂન ૨૦૨૦ના બીએમસી કોવિડ સેન્ટરમાં કામ કરવા દરમિયાન પોઝિટિવ આવી હતી. ત્યારબાદ આ વર્ષે ૨૯ મે અને ૧૧ જુલાઈના સંક્રમિત થઈ. ડૉક્ટર સૃષ્ટિ હલારીએ જણાવ્યું કે, “પહેલીવાર જ્યારે હું કોવિડ સંક્રમિત થઈ તો એ કારણે કેમકે એક સાથી કર્મચારી સંક્રમિત આવ્યો હતો. ત્યારબાદ મેં મારી પોસ્ટિંગ પૂર્ણ કરી અને પી.જી. પ્રવેશ પરીક્ષાથી પહેલા બ્રેક લેવાનો ર્નિણય કર્યો અને ઘર પર જ રહી. જુલાઈમાં પિતા, ભાઈ સહિત આખો પરિવાર કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયો હતો.” ડૉક્ટર સૃષ્ટિની સારવાર કરી રહેલા ડૉક્ટર મેહુલ ઠક્કરે જણાવ્યું કે, “એવું સંભવ છે કે મેમાં થયેલો બીજાે કોરોના જુલાઈમાં ફરી એક્ટિવેટ થઈ ગયો હોય. અથવા આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય.” તો એફએમઆરની નિર્દેશક ડૉક્ટર નરગિસ મિસ્ત્રીએ કહ્યું કે, બની શકે છે કે આવું થવાનું કારણ કોરોનાનું કોઈ નવું વેરિયન્ટ હોય.