બોડેલી તાલુકાનો રણભુંન પાટીયા કોજવે પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. છેલ્લા બે દિવસથી બોડેલી વિસ્તારમાં વરસી રહેલા વરસાદને લઈને બોડેલી તાલુકાના આવેલો રણભુંન કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે બોડેલી માં સતત વધી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે બોડેલી ના રનભુંન પાટિયાનો કોઝવે દસથી બાર ગામને જાેડતો કોઝવે છે એ પાણીમાં ગરકાવ થઇ ગયો છે ગઈકાલે બોડેલીમાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ પડયો હતો અને આજે સવારથી અમના સુધી પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે.જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે બોડેલી નજીક રનભુંન પાટીયા કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને આજુબાજુ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બન્યા છે