ભારતના પ્રાચીન યોગશાસ્ત્રને આખરે વિશ્વએ આદરપૂર્વક સ્વીકારવું પડયું અને યુનોએ પણ ૨૧ જૂનને વિશ્વયોગ દિવસ જાહેર કરવો પડયો. આજે આ દિવસે વડોદરામાં ઠેરઠેર યોગદિનની ઉજવણી કરાઈ અને કોરોનાની ગાઈડલાઈનની તકેદારી સાથે સેંકડો લોકોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.