દિલ્હી-

સામાન્ય રીતે આ પ્રકારના વાવાઝોડા વરસાદ અને વિનાશ ળઈને આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ઉંઘમાંથી ઉઠેલા લોકોને દરિયા કિનારે નાનાકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા.સ્થાનિક માછીમારો પૈકીના કેટલાકને આ પ્રકારના નાના ટુકડા મળ્યા બાદ આ વિસ્તારમાં વાત આગની જેમ ફેલાઈ હતી.એ પછી સેંકડો લોકો દરિયા કિનારે દોડી ગયા હતા અને દરિયાની રેતી ફંફોસવા લાગ્યા હતા. 

એવુ કહેવાય છે કે, લગભગ 50 જેટલા ભાગ્યાશાળી લોકોને સોનાના નાના ટુકડા મળ્યા છે.હજી પણ લોકો દરિયાની રેતીમાં સોનુ તલાશ કરી રહ્યા છે.જાેકે ચક્રવાતના કારણે આ ટુકડા કેવી રીતે દરિયા કિનારે આવ્યા તે એક રહસપ્ય જ છે.જાેકે સ્થાનિક પોલીસનુ કહેવુ છે કે, દરિયા કિનારો કપાઈ રહ્યો હોવાથી તાજેતરમાં બે મંદિરો તુટી ગયા હતા અને તેટલો કેટલોક હિસ્સો દરિયામાં વહી ગયો હતો.આવી જ હાલત કેટલાક ઘરોની થઈ હતી.એક અનુમાન પ્રમાણે છેલ્લા બે દાયકામાં 150 એકર જમીન દરિયામાં જતી રહી છે.

એક અનુમાન એવુ છે કે, આ ઘરોમાં અને મંદિરમાં રહેલા સોનાનો કેટલોક હિસ્સો દરિયા કિનારે આવી ચઢ્યો હોય પણ તે પણ છાતી ઠોકીને કહી શકાય એમ નથી.આ અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યુ છે અને અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવાના છે.