નવી દિલ્હી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સતત સુધરી રહી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિને આઈસીયુમાંથી હટાવવામાં આવ્યા છે અને એક ખાસ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. તેની તબિયતમાં સતત સુધારો જોવા મળ્યો છે. ડોકટરો સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

જાણીતું છે કે છાતીમાં દુખાવો થયાની ફરિયાદ બાદ તેને ગયા શુક્રવારે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને દિલ્હીના એઈમ્સ ખસેડવામાં આવ્યા હતા, જે પછી મંગળવારે તેમની સફળ બાયપાસ સર્જરી કરાઈ હતી.

રાષ્ટ્રપતિ કોવિંદની સર્જરી બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને તેમની સંભાળ લેનારા ડોકટરોની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, 'ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની દિલ્હીના એઈમ્સમાં બાયપાસ સર્જરી સફળ થઈ. હું સફળતાપૂર્વક સર્જરી કરનારા ડોકટરોની ટીમને અભિનંદન આપું છું. રાજનાથ સિંહ સિવાય પીએમ મોદી, અમિત શાહ સહિતના તમામ મોટા નેતાઓ આશા રાખે છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.