શ્રીનગર :

જમ્મૂ કાશ્મીરના પૂંછ જીલ્લામાં વાદળો ફાટવાને કારણે કેટલાંક ઘર તબાહ થઈ ગયા છે. કોરોના વાઈરસના સંક્રમણની વચ્ચે આ તબાહી ખૂબજ ખતરનાક છે.એનાથી કેટલાંક ઘર, કેટલીક દુકાનો અને કેટલાંક વાહનોને નુક્સાન પહોંચ્યું છે. એની પ્રાકતિક ઘટનામાં કેટલાંક લોકોએ જાન ગુમાવી છે એ હજુ સુધી સ્પષ્ટ નથી. જમ્મુ કાશ્મીરના અધિકારીઓ જણાવે છે કે વાદળ ફાટવાથી ડિંગલા વિસ્તારનો ઉપરી ઈલાકો પ્રભાવિત થયો છે જેના કારણે પૂર આવ્યું અને તેમાં કેટલાંક ઘર અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.