આસામ

એક દુઃ ખદ ઘટનામાં મધ્ય આસામના નાગાંવ જિલ્લામાં વીજળી પડવાના કારણે ૧૮ જંગલી હાથીઓના ટોળાના મોત નીપજ્યાં. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. મધ્ય આસામના નાગાંવ જિલ્લાના બરહમપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા બામુની પહાડોની ઉપર રહસ્યમય સંજાેગોમાં ઓછામાં ઓછા ૨૦ જંગલી હાથીઓની લાશ મળી આવી હતી. અહેવાલો અનુસાર તળેટીમાંથી ચાર હાથીઓની લાશ મળી આવી હતી. બાકીના ૧૬ લોકોના મૃતદેહ ગુરુવારે પર્વતોની ઉપરથી જાેવામાં આવ્યાં હતાં.

આ બાબતે વન અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણ કર્યા પછી ગુરુવારે બપોરે હાથીના મોતનો અહેવાલ મળ્યો હતો. હાલોના મોત પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. વન અધિકારીઓને શંકા છે કે વીજળી પડતાં હાથીઓની હત્યા થઈ શકે છે.

વન અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘણા હાથીઓ સાથે મળીને મરી જવું એ ગંભીર બાબત છે. જાેકે તેમણે કહ્યું હતું કે વીજળી પડવાથી મૃત્યુ પણ થઈ શકે છે. આ મામલો સામે આવતાથી વન વિભાગમાં હલચલ મચી ગઈ છે.