દહેરાદૂન,તા.૩

કોરોના મહામારી વચ્ચે લોકડાઉન ૫.૦માં ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી મળ્યા બાદ, ઉત્તરાખંડ સરકાર રાજ્યમાં પર્યટન અને ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. હવે રાજ્ય સરકારે ચારધામ યાત્રા શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ૮ જૂન પછી સરકાર મર્યાદિત સંખ્યામાં ચારધામ યાત્રા શરૂ કરશે. 

જા કે, શરૂઆતમાં માત્ર રાજ્યના લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. બીજા રાઉન્ડમાં બીજા રાજ્યોનામુસાફરોની યાત્રા શરૂ કરાશે. જાહેર કરાયેલા નિવેદન મુજબ ચારધામ યાત્રા શરૂ કરવામાં આવશે. પરંતુ પ્રવાસ મર્યાદિત સંખ્યાથી શરૂ થશે. અન્ય રાજ્યોથી બસો ચલાવવાની મંજૂરી ચારધામ યાત્રા પ્રવાસીઓ અને અન્ય રાજ્યોના યાત્રિકો માટે ખોલવામાં આવશે. અન્ય રાજ્યોના પરસ્પર કરાર બાદ જ બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવશે. કોરોના રોગચાળાને કારણે, પ્રખ્યાત ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથના કપાટ ખોલ્યા પછી જ યાત્રાનું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના દરવાજા લાંબા શીતાવકાશ પછી ૧૫ મેના ખોલવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રસંગે લોકડાઉન થવાને કારણે બદ્રીનાથમાં કોઈ હાજર નહોતું.