બિહાર-

બિહારનો સરકારી વિભાગ તેના એક વિચિત્ર વર્તનને કારણે આ દિવસોમાં ચર્ચામાં છે. જેને જાણ્યા બાદ કોઈ પણ આશ્ચર્યમાં મુકાશે. ખરેખર, ટ્રાન્સફર સૂચિ 30 જૂને બિહારમાં બહાર પડી હતી. જેમાં કૃષિ વિભાગની એક ભૂલ સામે આવી છે. કૃષિ વિભાગની બદલીની સૂચિમાં એક અધિકારીનું નામ પણ શામેલ છે, જેનું 2 મહિના પહેલા કોરોનાવાયરસથી મૃત્યુ થયું છે. એટલે કે, વિભાગે એક એવા અધિકારીની બદલી કરી જે આ દુનિયામાં નથી.

પટના જિલ્લાના નૌબતપુરમાં પોસ્ટ કરાયેલ અરૂણકુમાર શર્મા થોડા સમય પહેલા કોરોના વાયરસની જપેટમાં આવી ગયા હતા. જેના કારણે 2 મહિના પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પરંતુ, હવે તેમનું નામ સરકાર દ્વારા જારી કરાયેલ બદલીઓની સૂચિમાં પણ છે. અરૂણકુમાર શર્માની નૌબતપુરથી ભોજપુર જિલ્લામાં બદલી કરાઈ છે.

વિભાગના કર્મચારીઓને જાણ નહોતી

અરૂણકુમાર શર્મા મૂળ નવાવાડાના હતા. 27 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. કોરોના વાયરસથી ચેપ લાગતાં તેમને જક્કનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરંતુ, વિભાગના બાબુઓને પણ તેમના મૃત્યુની જાણકારી નહોતી અને તેમણે ટ્રાન્સફર સૂચિમાં અરૂણકુમાર શર્માનું નામ ઉમેર્યું હતું. આ સૂચિ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિભાગે ઝડપથી તેનું નામ આ યાદીમાંથી કાઢી નાખ્યું હતું.

પરંતુ, આ પહેલા પણ કૃષિ વિભાગની ઘણા નિંદા થઈ હતી. આ સૂચિ બધે વાયરલ થઈ રહી છે. એ જાણવું રહ્યું કે, બિહારમાં 30 જૂને, સરકારે વિવિધ વિભાગોમાં મોટા પાયે બદલી કરી છે. 30 જૂને જાહેર થયેલી આ યાદીમાં બીડીઓ, ડીસીએલઆર, ડોક્ટર અને ડીપીઆરઓ સહિત ઘણા મોટા અધિકારીઓની બદલીનો સમાવેશ થાય છે.