દિલ્હી-

દેશમાં સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધારી રહી છે તેની સામેએક જાહેર હીતની અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ અદાલતે આકરું વલણ અપનાવતા અરજદારને તેની રીટ પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાને જણાવ્યું કે જો તમે આ રીટ પાછી નહીં ખેંચો તો અમે તમારી પર દંડ ફટકારી દેશું. કેરાળા સ્થિત પીટીશનર અને ધારાશાસ્ત્રીએ અંતે અરજી પાછી ખેંચી લીધી. તેણે એવી દલીલ કરીહતી કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવ ઓછા છે તો તેનો લાભ ગ્રાહકોને મળવો જોઇએ પણ અદાલતે એ ભૂમિકા પર અરજી પાછી ખેંચી લેવા જણાવ્યું કે સરકારની આર્થિક નીતિ પર અદાલતથી રીવ્યુ કરી શકાય નહીં.