દિલ્હી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે બે દિવસના પ્રવાસ પર લદ્દાખ જઈ રહ્યા છે. આ પ્રવાસમાં રક્ષા મંત્રી એલએસી પર ચાલુ ભારતીય સૈન્યની તૈયારીઓ માટે મુલાકાત લેશે. આ ઉપરાંત આ પ્રવાસમાં રક્ષા મંત્રી બીઆરઓ તરફથી બવાનનામાં આવેલા કેટલાક રસ્તાઓનું ઉદ્દઘાટન કરશે.

એક અઠવાડિયા પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખના ઉપરાજ્યપાલ સાથે બેઠક કરી હતી. દિલ્હીમાં થયેલી આ બેઠકમાં લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે રક્ષા મંત્રી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસ મુદ્દે વિવિધ સમસ્યાઓ પર ચર્ચા-વિચારણા હતી. આ મહિને 17 જૂને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આડકતરી રીતે ચીનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ જરૂર પડશે તો કરારો જવાબ આપવા માટે પણ સક્ષમ છે.

દેશના સરહદી રાજ્યોમાં કુલ 272 રોડ પર કામ ચાલુ છે

આ સમયે સમગ્ર દેશના સરહદી રાજ્યોમાં કુલ 272 રોડ પર કામ ચાલુ છે. એલએસીથી સરહદ વિસ્તારોમાં સૌથી વધુ માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં 54 રસ્તા પર કામ ચાલુ છે. જમ્મુ કશ્મિરમાં 61 અને લદ્દાખમાં 43 રસ્તા પર કામ ચાલી રહ્યું છે.