દિલ્હી-

કોક-કોલા એક વખત ફરીથી ૨૨૦૦ કર્મચારીઓને છંટણી કરવા જઈ રહી છે. તેમાં અમેરિકાની ૧૨૦૦ નોકરીઓ પણ સામેલ છે. કંપનીએ કહ્યું કે મહામારી પછી ૨૦૨૧માં સારા માર્કેટની તૈયારીઓ માટે રિસ્ટ્રકચરિંગ પ્લાનના ભાગરૂપે ૨૨૦૦ નોકરીઓ પર કાપ મૂકશે. આ પહેલા કંપનીએ નોર્થ અમેરિકા સ્થિત તેના ૪૦ ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા. આ દરમિયાન કંપનીએ સંકેત આપ્યા હતા કે આગામી મહિનાઓમાં બીજી પણ છટણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આ વર્ષે વેચાણને અસર થઈ છે.  

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે મહામારીના કારણે કંપનીના ગ્લોબલ વર્કફોર્સના ૨.૬ ટકા કર્મચારીઓ પર તેની અસર પડશે અને અમેરિકામાં ૧૨૦૦ નોકરીઓ કપાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં કંપનીની પાસે લગભગ ૮૬૦૦૦ કર્મચારીઓ હતા. જેમાં અમેરિકાના ૧૦૪૦૦ કર્મચારીઓ પણ સામેલ હતા. કંપનીનું કહેવું છે કે અમે એક સંગઠનાત્મક સંરચના બનાવવાની પ્રક્રિયામાં છે, જે ગ્રાહકોની જરૂરિયાતોને પુરી કરશે અને તેમના વ્યવહારોને સમજશે. કોરોના મહામારીના કારણે અમે આ પરિવર્તન કરી રહ્યાં નથી.

જાેકે આ પરિવર્તન કરવા પાછળનો હેતુ કંપનીનો આ ક્ષેત્રમાં ઝડપી વિકાસ કરવાનો છે. કોકા કોલાને ત્રીજા ત્રિમાસિકમાં ૩૩ ટકાના ઘટાડા સાથે ૧.૭ બિલિયન ડોલરનો નફો થયો છે. જ્યારે નવ ટકાના ઘટાડા સાથે કંપનીની રેવન્યુ ૮.૭ બિલિયન ડોલર રહી છે. કંપનીએ કહ્યું કે વર્કફોર્સ ઓવરહાઉલમાં ૩૫૦ મિલિયન ડોલરથી ૫૫૦ મિલિયનનો ખર્ચ આવશે. કોકે કહ્યુ કે તે વાર્ષિક બચત જેટલી જ રકમ હશે.