ભરૂચ

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યાં છે ત્યારે આરટીપીસીઆર ટેસ્ટને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૫ લાખથી વધુ લોકોની વસતી ધરાવતાં ભરૂચ જિલ્લામાં કોરોનાના ટેસ્ટીંગ માટે એક પર સરકારી લેબોરેટરીની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.

ગુજરાતમાં વકરતી જતી કોરોનાની સ્થિતિના કારણે હાઇકોર્ટે સુઓમોટો કરી હતી. સુઓમોટોની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે સરકારને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, રાજયમાં ટેસ્ટના રીપોર્ટ કેમ દર્દીઓને ત્રણ કે ચાર દિવસ બાદ મળી રહયાં છે જયારે વીઆઇપીઓને રીપોર્ટ તરત મળી જાય છે. હાઇકોર્ટના વેધક સવાલ બાદ રાજય સરકારે ડાંગ સિવાયના તમામ જિલ્લાઓમાં ટેસ્ટ માટે સરકારી લેબોરેટરી હોવાનો દાવો કર્યો હતો.

સરકારનો આ દાવો ભરૂચમાં જ પોકળ સાબિત થયો છે. ભરૂચ જિલ્લાની ૧૫ લાખ લોકોની વસતી સામે એક પણ સરકારી લેબોરેટરી નથી. સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી ઉભી કરવામાં આવી છે પણ તે ૨૦મી તારીખ પછી કાર્યરત થાય તેમ આર.એમ.ઓ એ જણાવ્યું છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં રોજના સરેરાશ ૧૫૦ કરતાં વધારે પોઝીટીવ કેસ આવી રહયાં છે અને રોજના સરેરાશ ૧૫ લોકોના મૃત્યુ થઇ રહયાં છે. જાે દર્દીઓને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટનો રીપોર્ટ ઝડપથી મળી જાય તો તેમની સારવાર ઝડપથી શરૂ થઇ શકે તેમ છે. ભરૂચમાં પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે સવારથી સિવિલ હોસ્પિટલ તથા ખાનગી લેબોરેટરીની બહાર લોકોની કતાર લાગી રહી છે. આવા સંજાેગોમાં ભરૂચ સિવિલ ખાતે આવેલી લેબોરેટરી ઝડપથી કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ટેસ્ટ થાય તેની જલ્દી વ્યવસ્થા ગોઠવાશે - સિવિલ એડમિન ડો.ગોપીકા મખિયા

ભરૂચ સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોકટર ગોપીકા મખિયાના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ટેસ્ટ ભરૂચમાં જ નિઃશુલ્ક થઈ શકશે તેને માટે આશરે રૂ. ૬૦ થી ૭૦ લાખના ખર્ચે સાધનો લાવવામાં આવશે જેથી દર્દીઓની સારવાર માં ખૂબ સુવિધા રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ટેસ્ટ ની સુવિધા આગામી ચાર પાંચ દિવસ માં શરૂ થાય તે માટે ની તૈયારી અંતિમ તબક્કા માં છે.