સુરત-

કેન્દ્ર સરકાર દ્વારા સુરતના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઉમરાથી ઉધના સુધી ગુડ્સ ટ્રેન પ્રોજેકટ સાકાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.જે માટે જમીન સંપાદન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ઉમરાથી ઉધના સુધીના વિસ્તારમાં આશરે 70 થી 80 એકર જમીન માં આ પ્રોજેકટ સાકાર થવાનો છે,પરંતુ કેટલાક ખેડૂતો ને રાજ્ય સરકાર ના વેલ્યુએશન પ્રમાણે બજાર ભાવ ન આપતા ખેડૂતોએ તેનો વાંધો ઉઠાવ્યો છે.જે ખેડૂતોની જમીન સંપાદન કરવાની બાકી હતો ,તેના પર આજ રોજ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ ખેતરમાં શેરડીનો ઉભો પાક હોવા છતાં માંગવામાં આવેલી પંદર દિવસની મુદત ને પણ ફગાવી અધિકારીઓ દ્વારા પાક પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. પાક ને નુકશાન થતાં ખેડૂતનો આંખોમાં અશ્રુ આવી ગયા હતા ખેડૂતો ના હીત ની વાત કરતી સરકાર આજે ખેડૂતોના હિતોનું હનન કરતી હોય તેવા દ્રશ્યો સુરત ખાતે જોવા મળ્યા.સુરતના સરથાણા ખાતે આવેલ કોસમાડા નજીક ની જમીન સંપાદન ની પ્રક્રિયા આજ રોજ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.ઉમરાથી ઉધના સુધીના રૂટ પર સરકાર ગુડ્સ ટ્રેન કોરિડોર પ્રોજેકટ સાકાર કરવા જઈ રહી છે.વર્ષ 2011 થી આ પ્રોજેકટ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી આવ્યો હતો.જે રૂટમાં ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે,તે ખેડૂતો દ્વારા બજાર ભાવ પ્રમાણે વળતર મળે તેવી માંગ સાથે ગુજરાત હાઇકોર્ટ માં દાદ પિટિશન કરવામાં આવી હતી.

હાઇકોર્ટ દ્વારા આ પિટિશન ફગાવી દેવામાં આવી હતી.જે બાદ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના વેલ્યુએશન મુજબ જમીન સંપાદન કરતી વેળાએ ખેડૂતોને જમીનના ભાવ આપવામાં આવે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.જે અંગે અસરગ્રસ્ત ખેડૂતોના આક્ષેપ છે કે તેઓ જમીન સંપાદન માટે તૈયાર છે.પરંતુ હાલ ની જંત્રી મુજબ રાજ્ય સરકાર ના વેલ્યુએશન મુજબ 15700 જેટલો ભાવ ચુકવવામાં આવે.પરંતુ રેલવે માત્ર 2200 થી 2500 જેટલો ભાવ ચોરસ ફૂટ પ્રમાણે ચૂકવી રહી છે.જેની સામે ખેડૂતો નો વિરોધ છે.લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી ના કારણે અટકી પડેલી સંપાદન ની આ પ્રક્રિયા પુરી કરવા અને પ્રોજેકટ માટે જગ્યા ખુલ્લી કરવા રેલવે વિભાગ દ્વારા સરથાણા સ્થિત કોસમાડા ગામ નજીક આવેલ જમીનનો કબ્જો મેળવવા આજે કવાયત હાથ ધરી હતી.ખેડૂત ની જમીન માં શેરડી નો ઉભો પાક હોવા છતાં રેલવે વિભાગ દ્વારા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું..જેના કારણે ખેડૂત ની આંખો પણ ભરાઈ આવી.અધિકારી પાસે ખેડૂતે 15 દિવસ ની મુદ્દત માંગી હોવા છતાં એક વાત સાંભળવામાં ન આવી.જ્યાં ખેડૂતો ના હીત ની વાત કરતી સરકાર સામે ખેડૂતોમાં ભારોભાર રોષ પણ જોવા મળ્યો હતો.