અંક્લેશ્વર 

અંકલેશ્વર બાપુ નગર પાસે લોકોની સલામતી માટે રેલવે દ્વારા પ્રોટેક્શન વોલનું કામ શરુ કરવામાં આવ્યુ છે, અને આ કામગીરીમાં અડચણ રૂપ ૧૪ જેટલા મકાનો ને સ્થાનિક લોકોના સહકાર થી દૂર કરવામાં આવ્યા હતા.

અંક્લેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે વર્ષો થી બાપુનગર માં લોકો રહે છે. જોકે અહીંયા થી પસાર થતા રેલવે ટ્રેકને લોકો જીવના જોખમે ઓળંગતા હતા , અને અવાર નવાર અકસ્માતોની ઘટ્‌ના સર્જાતી હતી, ત્યારે રેલવે વિભાગ દ્વારા આ રેલવે ટ્રેકને લોકોની સલામતી માટે પ્રોટેક્શન વોલનું સુરક્ષા કવચ આપવામાં આવ્યુ છે. રેલવે વિભાગ દ્વારા રેલવે ની હદ માં આવતા ૧૪ જેટલા મકાનો ના રહીશોને દબાણ દૂર કરવા માટે અગાઉ નોટીશ આપવામાં આવી હતી, જોકે તેમછતાં દબાણ દૂર કરવામાં આવ્યા નહોતા, જોકે આજરોજ રેલવે તંત્ર, પોલીસ ફોર્સ તેમજ પાલિકા ના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી,અને દબાણ કરીને રહેતા રહીશોને તેમનો સામાન હટાવવા નો પણ સમય આપ્યો હતો , તેમજ સ્થાનિક લોકોએ પણ રેલવે ની કામગીરીમાં સહકાર આપ્યો હતો અને કોઈપણ જાતના વિવાદ વગર રેલવે દ્વારા જેસીબી મશીન થી દબાણો દૂર કરાયા હતા.