/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જીવનનગરના રહીશોને અનસેફ છોડીને ઓરા ઈન્ફિનિટીના બિલ્ડરને સેફ ઝોનમાં મૂકતા કમિશનર!

વડોદરા, તા.૨૪

શહેરના વાઘોડિયા રોડ સ્થિત જીવનનગર આવાસના મકાનોમાં રહેતા રહીશોને અનસેફ છોડીને વડસર રોડ સ્થિત ઓરા ઈન્ફિનિટીના બિલ્ડરોને આપવામાં આવેલી રજાચિઠ્ઠીનું અસ્તિતવ હોવા છતાં માત્ર એક અરજીના આધારે કામગીરીની પરવાનગી આપવામાં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. નામ. હાઈકોર્ટના આદેશ મુજબ હજી કમિશનરે નિર્ણય કર્યો નથી. તો કયા કારણથી બાંધકામ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ? તેવી ચર્ચા પાલિકાની લૉબીમાં થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વડસર બિલાબોંગ સ્કૂલની પાછળ ઓરા ઈન્ફિનિટી સ્કીમના નામે બિલ્ડરે પાલિકામાંથી બાંધકામ પરવાનગી માટે રજાચિઠ્ઠી મેળવી હતી, પરંતુ જમીન સંદર્ભે વિવાદ થતાં રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ હતી, જેની સામે બિલ્ડર હાઈકોર્ટમાં જતાં નામ. હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ મ્યુનિ. કમિશનરને પુનઃ ચકાસણીનો આદેશ આપ્યો હતો. નામ. હાઈકોર્ટના આદેશ મુજબ હજી મ્યુનિ. કમિશનરે નિર્ણય કરવાનો બાકી છે, છતાં બિલ્ડર દ્વારા કામગીરી શરૂ કરાતાં પાલિકાએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો.

ત્યારે બિલ્ડરે આપેલી એક અરજીના આધારે હાઈકોર્ટના નિર્દેશના વિરુદ્ધમાં જઈને ઓરા ઈન્ફિનિટીના બિલ્ડરને સેફઝોનમાં મૂકી ખાડો ખોદ્‌યો છે. તે સેફઝોન સુધી કામગીરીની પરવાનગી આપતાં પાલિકાની લૉબીમાં અનેક તર્કવિતર્ક સાથે ખળભળાટ મચ્યો છે. એક તરફ વાઘોડિયા રોડ જીવનનગરના આવાસો જર્જરિત થતાં ત્યાંના રહીશોને અનસેફ છોડી બીજી તરફ હાઈકોર્ટના નિર્દેશના વિરુદ્ધમાં જઈને ઓરા ઈન્ફિનિટી બિલ્ડરના લાભાર્થે વહીવટ કરવામાં કમિશનરને શું રસ? તેવી ચર્ચા પણ પાલિકાની લૉબીમાં થઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution