રાજપીપળા, ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના આદિવાસીઓ માટે એક વિશેષ પેકેજની પણ જાહેરાત કરી છે, એ પેકેજ પૈકીની એક આદર્શ ગામની કામગીરીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગોરા ગામ નજીક નર્મદા નિગમ દ્વારા ઓક્ટોબર મહિનામાં આરંભ કરવામાં આવ્યો હતો.જાે કે અમુક લોકો આદર્શ ગામનો વિરોધ કરી રહ્યા હતા.  ગોરા ગામની મહિલાઓ સહિત અન્ય લોકોએ બે દિવસ અગાઉ એ બાંધકામની કામગીરી અટકાવવા બાંધકામ સ્થળે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. મામલો ગરમાતા કેવડિયા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓને સમજાવી કામકાજ ફરી ચાલુ કરાવ્યું હતું.પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનો વિરોધ કરી હલલ્લાબોલ કરનારા ત્રીસથી વધુ ઈસમો સામે સરકારી કામકાજમાં રૂકાવટ અને કોવિડ ગાઈડ લાઈનના ભંગ બદલ નર્મદા નિગમના નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે 

ગોરા ગામમાં નર્મદા યોજનામાં જમીન ગુમાવનારા આદિવાસી વિસ્થાપીતો તેમની જમીન સરકાર સંપાદન કરે તે સામે વિરોધ કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં અન્ય લોકો વિરોધ ન કરે એટલે જ પોલીસે ફરિયાદ કરી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. ઈન્દુબેન સુમનભાઈ તડવી, લલીતાબેન બાલુભાઈ તડવી, રસીલાબેન ભઈલાલભાઈ તડવી, શાંતાબેન કેશુભાઈ તડવી, અંબાબેન શાંતીલાલ તડવી, કપીલાબેન હીરાભાઈ તડવી, સંગીતાબેન અરવિદભાઈ તડવી, ધનીબેન રમેશભાઈ તડવી, મેનાબેન જશંવતભાઈ તડવી, ભુરીબેન શાંતીલાલ તડવી, સાવિત્રીબેન દિનેશભાઈ તડવી, ઉષાબેન નારણભાઈ તડવી, પ્રેમીલાબેન જગદીશભાઈ તડવી, વજીબેન પ્રમોદભાઈ તડવી, નીરૂબેન વિષ્ણુભાઈ તડવી,અંબાબેન ચદુભાઈ તડવી, ચંપાબેન શેરાભાઈ તડવી, શાંતાબેન અમરતભાઈ તડવી, અલ્કેશભાઈ સોમાભાઈ તડવી, ગિરિશભાઈ સાંકળલાલ તડવી, ચંદ્રકાંત રણજીતભાઈ તડવી, બચુભાઈ લલ્લુભાઈ તડવી, ગોવિદભાઈ મેરાભાઈ તડવી, સંદીપભાઈ નટવરભાઈ તડવી, સાજનભાઈ ગજેંદ્રભાઈ તડવી, જયેશભાઈ સોમાભાઈ તડવી, રાજુભાઈ મનસુખભાઈ તડવી, પ્રકાશભાઈ ચદુભાઈ તડવી, અનીલભાઈ બાલુભાઈ તડવી તથા સરપંચ શાંતીલાલભાઈ બાબુભાઈ તડવી સામે ફરિયાદ નોંધાઇ હતી.