દિલ્હી-

ઓરીસ્સાના એક મજુરને 21 પ્રયત્નો કર્યા પછી પણ તેના નામ પર આધારકાર્ડ ન મળતા તેણે ઓડિશાના કંધમાલ જિલ્લાની લોક અદાલતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેસ કર્યો છે.

ખજુરીપાડા બ્લોકના ખેતપાજુ ગામના રહેવાસી જીતેન્દ્રકુમાર શેઠીએ આધારકાર્ડ માટે જુદી જુદી જગ્યાએ અનેક વાર ફોટોગ્રાફ પડાવ્યા બાદ પણ તેને આધાર કાર્ડ મળ્યુ ન હતું જેથી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એટલે પોતાની ફરિયાદના નિવારણ માટે આ અસામાન્ય પગલું ભર્યું હતું. કંધમાલ જિલ્લાના જિલ્લા મથક ફુલબનીમાં કાયમી લોક અદાલત સમક્ષ કરવામાં આવેલી એક પાનાની અરજીમાં શ્રી શેઠીએ ધ્યાન દોર્યું હતું કે તેમની આંગળીની છાપ લેવામાં તકનીકી ખામી હોવાને કારણે તેમને આધાર કાર્ડ આપવામાં આવ્યું નથી.

અદાલતમાં શેઠીએ પોતાનું મતદાર ઓળખકાર્ડ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ જ જોબ કાર્ડ અને બેંક પાસ બુક જેવા ઓળખ પુરાવા રજૂ કર્યા હતા. “હું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શક્તો નથી. ત્રણ સગીર બાળકો, પત્ની અને વૃદ્ધ માતા-પિતા સાથે રહેતા શ્રીશેઠીએ જણાવ્યું હતું કે, 'આધારકાર્ડ ન હોવાને કારણે મને સરકારી કચેરીઓમાંથી કાઠી મુકવામાં આવે છે.' તેમના પરિવારના કોઈ અન્ય સભ્યોએ તેમના નામે આધારકાર્ડ નોંધાવવા માટે કોઈ મુશ્કેલીઓ સામનો કર્યો ન હતો.

“મારા ફોટોગ્રાફ્સ 21 વાર લેવામાં આવ્યા હતા. પ્રથમ, હું ખજુરીપાડા તાહસીલ ઓફિસની લાઇનમાં ઉભો રહ્યો. પાછળથી, મેં પાંચથી છ મહિના રાહ પણ જોઇ. મારા પિતાને તેનો આધાર નંબર મળ્યો, જ્યારે મારી અરજી નામંજૂર બતાવવામાં આવી. ત્યારબાદ, મેં અમારી બાલાસ્કુંપા પંચાયત ઓફિસમાં આધાર કાર્ડ માટે નોંધણી કરાવી. તે ફરીથી નકારી કાઢવામાં આવી હતી, 

શ્રી શેઠીને ફુલબાનીમાં ઘણી વખત રજીસ્ટર કરવા અને ફોટોગ્રાફ આપવા જણાવ્યું હતું. આ શેઠી જિલ્લા કલેકટરોને એક કરતા વધુ વાર મળ્યા હોવાનો દાવો કર્યો હતો. દરેક જિલ્લા અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં, તે દરેક વખતે આધારકાર્ડ મેળવવામાં નિષ્ફળ ગયો હતો. “મારુ આધાર કાર્ડ વારંવાર કેમ રીઝેક્ટ થાય છે તે પાછળનું કારણ પૂછવા માટે ભુવનેશ્વર જવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ દૈનિક વેતન મેળવનાર હોવાથી મારાથી પાટનગરની મુલાકાત લેવાનું પોસાય તેમ નથી. '

“તો પછી મારા મિત્રોએ મને લોક અદાલતમાં કેસ નોંધવાની સલાહ આપી કારણ કે મારે મારા કેસ લડવા માટે કંઈ ખર્ચ કરવાની જરૂર નથી. મેં વડાપ્રધાન સામે દાવો કરવાનો નિર્ણય લીધો કારણ કે આધારના અમલીકરણ માટે તે જ જવાબદાર છે. ”શ્રી શેઠીએ ઉમેર્યું હતું કે, તેઓ 16 માર્ચના રોજ લોક અદાલતમાં કેસ દાખલ કર્યા પછી જવાબની રાહ જોઈ રહ્યા હતા.