નવીદિલ્હી

કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહ સોલંકીની જેમ ઓળખવા મુશ્કેલ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ ૧૦૧ દિવસની કોરોના સારવાર બાદ જે દિવસે હોસ્પિટલમાંથી રિલીઝ થયા, તેજ દિવસે અહેમદ પટેલ કોરોનામાં પટકાયા હતા. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે અહેમદ પટેલની સ્થિતિ સુધારા પર છે. પરંતુ મેદાંતા હોસ્પિટલનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેમની સ્થિતિ ચિંતાજનક દેખાતી હતી.

અગાઉ જેમ કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલ કોરોનામાં બેહાલ થઇ ગયા હતા. કંઇક તેવી જ સ્થિતિ અહેમદ પટેલની છે. જેમને ઓળખવા મુશ્કેલ છે. હોસ્પિટલના કર્મચારી ઓક્સિજન સિલિન્ડર સાથે તેમને હાથ પકડી કોરિજડોરમાં લઇ જતા વીડિયોમાં દેખાય છે.