ભરૂચ/વલસાડ, સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ કાર્ટેલ કરી અસહ્ય ભાવ વધારો કરે છે જેના વિરોધમાં ક્રેડાઇના નેજા હેઠળ રાજ્ય ભરના બિલ્ડરો આવતિકાલે બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરશે. ભરૂચ ક્રેડાઇ દ્રારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા ક્રેડાઇ ભરૂચના પ્રમુખ રોહિત ચદ્દરવાલાએ જણાવ્યું હતું કે સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેની અસર થતા અન્ય બાંધકામ મટીરીયલ્સમાં થયેલ ભાવ વધારાના કારણે મકાનોની કિંમતમાં ના છુટકે ગુજરાતના ડેવલપર્સ દ્વારા યુનીટ કોસ્ટમાં ૧૫ થી ૨૦% નો વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે. સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી છેલ્લા કેટલાંક સમય થી છાસવારે ભાવમાં અસહ્ય વધારો કરી સમગ્ર બાંધકામ વ્યવસાયને બાનમાં લેવાની નીતિ અપનાવવામાં આવી છે. જેના પરિણામે રાજયનો બાંધકામ વ્યવસાય વિષમ પરિસ્થિતિમાં મુકાયો છે