વડોદરા : દેશભરમાં હાલમાં જીવલેણ મહામારી કોરોનાને મ્હાત આપવા માટે રસીકરણનો કાર્યક્રમને વેગ આપવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

તેવા સમયે વડોદરાના કમાટીબાગમાં આવેલા બેન્ડ સ્ટેન્ડ પાસે આજે ઢળતી સાંજે ભેગા થયેલા અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રુપના સભ્યો ભેગા મળીને કોરોનાની રસીકરણનો વિરોધ કરી રસી નહી લેવા માટે ફેલાવો કરતા હોવાની ચોંકાવનારી માહિતી મળતા જ સયાજીગંજ પોલીસે બેન્ડ સ્ટેન્ડ પર દોડી જઈ બંને ગ્રુપના બે મહિલા સહિત આઠની ધરપકડ કરી હતી.

આજે રવિવાર હોવાના કારણે કમાટીબાગમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી હતી જેના કારણે સયાજીગંજ પોલીસનો સ્ટાફ કોરોના મહામારીના અંગેની સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કમાટીબાગમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન પોલીસ જવાનોને માહિતી મળી હતી કે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પાસે કેટલીક મહિલાઓ અને પુરુષોનું ટોળું ભેગુ થયું છે અને તેઓ કોરોનાની રસી નહી લેવા માટેનો અપપ્રચાર કરી રહ્યા છે.

આ માહિતીના પગલે પોલીસ જવાનોએ તુરંત બેન્ડ સ્ટેન્ડ પર તપાસ કરી હતી જેમાં સ્ત્રીપુરુષોનું ટોળું માસ્ક પહેર્યા વિના તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોના વેકસીન વિરુધ્ધની વાતચિત કરતા રંગે હાથ

ઝડપાયા હતા. આ ટોળું ‘અવેકન ગુજરાત મુવમેન્ટ’ અને ‘અવેકન વડોદરિયન્સ’ નામે ગ્રુપ બનાવી વેકસીનેશનના વિરોધ માટે કાવત્રુ