ભરૂચ

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ને પાર પહોંચી રહ્યો છે, ગઇ કાલે સવારથી રાત્રી સુધી ૨૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, છેલ્લા બે દિવસમાં જ ૫૦થી વધુ મૃતદેહના અંતિમક્રિયા કોવિડ સ્મશાનમાં કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૭૫૦થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના ટપો ટપ મોતથી હાહાકાર મચ્યો છે તો બીજી તરફ કોરોનાનાં પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.