વડોદરા, તા.૧૭ 

પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં દર્શનાર્થે તેમજ અભિષેક કરવા ભક્તોની ભીડ જાેવા મળી હતી. કોરોના વાઈરસની મહામારીના કારણે આ વખતે મંદિરોમાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ત્યારે ભક્તોએ સોશિયલ ડિસ્ટનસ સાથે શિવ મંદિરોમાં પૂજા-પાઠ-અભિષેક કર્યા હતા. કોરોના વાઈરસની મહામારીના કારણે આ વખતે પવિત્ર શ્રાવણ મહિનામાં યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના હરણી મોટનાથ, કાશીવિશ્વનાથ સહિત મહાદેવના મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જાેવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરોમાં દર્શન તેમજ અભિષેકની વ્યવસ્થા કરવામાં આવી હતી.વડોદરામાં છેલ્લાં કેટલાંક વરસથી યોજાતી નવનાથ કાવડયાત્ર આ વરસે કોરોના મહામારીના કારણે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા રદ કરવામાં આવી હતી. જાે કે, ભક્તોએ બપોરે વિજય મુહૂર્તમાં નવનાથ મહાદેવ મંદિરોમાં અભિષેક કર્યો હતો. બીજી તરફ શ્રાવણ મહિનાની અમાસ તા.૧૮-૧૯ ઓગસ્ટના દિવસે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરને બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે ભક્તો માત્ર દૂરથી દાદાના દર્શન કરી શકશે.