દિલ્હી-

ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટક ભાજપમાં મોટી હલચલ જાેવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાં સંબંધિત સમાચારોનું ખંડન કર્યું છે. સીએમે આવા સમાચારોને અફવા ગણાવતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરીને રાજ્યના વિકાસ સાથે જાેડાયેલી વાતો કરી. રાજીનામાં આપવાના સમાચારોમાં કોઇપણ સચ્ચાઇ નથી.

પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે મેં દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મેકેદાતુ પ્રોજેક્ટના સંબંધમાં જળ સંસાધન મંત્રી સાથે મુલાકાત કરી હતી. હું ઓગસ્ટના પહેલાં સપ્તાહમાં ફરીથી દિલ્હી આવીશ. નડ્ડાજી સાથે મેં કર્ણાટકમાં ભાજપને લઇ ચર્ચા કરી. હું રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર બનાવા માટે કામ કરીશ.

બીએસ યેદિયુરપ્પા રાજીનામાંની વાતને ભલે નકારી રહ્યા હોય પરંતુ સૂત્રોનું કહેવું છેકે પાર્ટી હાઇકમાન તેમની તબિયત અને ઉંમરને જાેતા રાજીનામું ઇચ્છે છે. સૂત્રોએ પણ કહી રહ્યા છે કે યેદિયુરપ્પાએ રાજીનામાંની રજૂઆત પણ કરી હતી. કહેવાય છે કે આવતા એક બે દિવસમાં તેઓ ખુરશી છોડી શકે છે. બીએસ યેદિયુરપ્પાના રાજીનામાંની અટકળોની વચ્ચે કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો પણ અંદાજાે લગાવામાં આવ્યો છે. હાલ તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.