હૈદરાબાદ-

તેલંગાણાના મેડક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાને જીવતા સળગાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા બદમાંશોએ ભાજપના નેતાને કાર સાથે આગ લગાવી દીધી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મેદક જિલ્લાના એસપી ચંદના દીપ્તિએ કહ્યું કે, કેટલાક લોકોએ ભાજપના નેતાને તેમની કાર સાથે આગ લગાવી હતી. જ્યારે ભાજપના નેતાનો દાજેલો મૃતદેહ તેમની કારના ડિક્કીમાંથી મળી આવ્યો હતો. તેલંગણાના મેદક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાને તેમની કાર સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અજાણ્યા બદમાશોએ ભાજપના નેતાને કારની ડિક્કીમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા હતા.