દિલ્હી:

વિશ્વવ્યાપી કોરોના વાઇરસ રોગચાળાએ લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં ચેપનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ કોરોના ચેપને કારણે છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના 180 થી વધુ દેશો અને પ્રદેશોમાં 1,66,29,652 લોકો આ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે.

 ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસનનો પહેલો કેસ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો. 28 જુલાઈની સવાર સુધીમાં, વિશ્વભરમાં 6,55,873 લોકો મૃત્યુ થયા છે. દુનિયાભરમાં 1,66,29,652 લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે આ આંકડા સતત બદલાતા રહે છે.માહિતી અનુસાર, કોરોના વાઇરસથી સંક્રમિત 1,02,19,261 લોકો સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત બન્યા છે. વિશ્વભરમાં 57,54,518 કેસ સક્રિય છે. આ આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.