દિલ્હી-

દિલ્હી અને ગુડગાંવ વરસાદના કારણે ખરાબ હાલત થઇ ચુકી છે.સ દિલ્હી એનસીઆરમાં બુધવાર રાતે પણ વરસાદ આવ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિલ્હી-એનસીઆરને વરસાદે પાણી પાણી કરી નાખ્યુ છે. જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ છે. તો કેટલાક રસ્તાઓને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા હતા. ગુડગાવની સૌથી વધુ હાલત ખરાબ છે. થોડા કલાકોના વરસાદે સાયબર સીટીને એક બાજુ ડુબાડી દીધી છે. દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ અને નોયેડાના ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરાયા હતા.સ પ્રહલાદપુર વિસ્તારમાં પુલની નીચે બસ ફસાય ગઇ છે. જેને હવે ક્રેનની મદદથી કાઢવામાં આવી રહી છે. 

દિલ્હીથી જોડાયેલ નોએડા અને ગાઝીયાબાદમાં પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યાના ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર પડેલ છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો. આખીરાત વરસાદ પડયા બાદ રાજાગાર્ડન ફલાઇ ઓવરની નીચે પાણી ભરાયા હતા. જેનાથી ત્યા વાહનવ્યવહારને અસર થયેલ હતી. 

હવામાન વિભાગની જાણકારી મુજબ આગામી સમયમાં સમગ્ર દિલ્હી, આઇજીઆઇ એરપોર્ટ, દાદરી, ગાઝીયાબાદ, નોયડા, ગ્રેટર નોયડા, બલ્લભગઢ, ફરીદાબાદ, ગુરૂગ્રામ, માનેસર, સોહના, મોદીનગર, પિલ્ખુઆ, બુલંદ શહેર, સિકંદરાબાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.સ આ દરમ્યાન તુફાન પણ આવી શકે તેમ છે.