દિલ્હી-

ભારતમાં પુના સ્થિત શેરૂમ ઈન્સ્ટીટયુટ દ્વારા જે કોરોના વેકસીન તૈયાર કરવામાં આવી રહી છે તે આગામી વર્ષે માર્ચ માસ પુર્વે રજીસ્ટ્રેશન કરી દેવાશે. ઓકસફર્ડ યુનિ.ની સાથે આ વેકસીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ ચાર કંપનીઓ કોરોના વેકસીન બનાવી રહી છે. પણ તેમાં શેરૂમ ઈન્સ્ટીટયુટની વેકસીન સર્વ પ્રથમ બજારમાં આવી જશે તેમ માનવામાં આવે છે અને શેરૂન જે રીતે સુનિશ્ર્ચિત રીતે વધી રહી છે તેથી તે આ વેકસીન માટે સૌથી મજબૂત દાવેદાર છે. કંપનીના બે ટ્રાયલ પુરી થઈ છે.