વડોદરા, તા.૪

વડોદરામાં શહેરના સયાજીંગજ અને ફતેગંજ પોલસી સ્ટેશનની હદના તમામ વિસ્તોરને ગુજરાત અશાંતધારા અધિનિયમ હેઠળ અશાંત વિસ્તારો તરીકે જાહેર કરવા આજે સ્થાનિકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતુ.પ્લે કાડ્‌ર્સ સાથે રહિશોએ કલેક્ટર કચેરી બહાર દેખાવો યોજીને રજૂઆત કરી હતી.જ્યારે કેટલાક લઘુમતી જાતીના અસામાજીક તત્વો દ્વારા બજાર કિંમત કરતા વધુ કિંમતે મિલ્કતો લેવાઈ રહ્યાની રજૂઆત પણ કરી હતી.

વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે આવેદનપત્ર આવેલ વિકાસ દુબેએ જણાવ્યું હતું કે, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવતા કેટલાક વિસ્તારો જેવા કે કલ્યાણનગર, વડોદરા કસ્બા, કમાટીપુરા તથા પરશુરામ ભઠ્ઠામાં તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નવાયાર્ડના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. પરંતુ આ સિવાયના સયાજીગંજ અને ફતેગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ નથી. જેથી તે વિસ્તોરમાં જુદા-જુદા સમુદાયના વ્યક્તિઓની સમતુલા ખોરવાઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં હવે લઘુમતિ જાતિના કેટલાક અસમાજીક તત્વોની સંખ્યા વધી રહી છે. તેઓ બજાર કિંમત કરતા દસ ગણા વધુ ભાવે જમીન-મકાન ખરીદી રહ્યા છે અને લઘુમતિ સમાજના લોકોને આપી રહ્યા છે. જેથી જાે આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં નહીં આવે તે અંધાધુંધી ફેલાઇ શકે છે.ત્યારે આ બન્ને પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તારને અશાંતધારા હેઠળ શામેલ કરવાની માંગ કરી હતી.