વાઘોડિયા : વાઘોડિયામા પિપડીયા સ્થિત સુમન વિઘ્યાપીઠ સંચાલિત ધિરજ હોસ્પિટલ ફરી એકવાર કોરોના કૌંભાડ માટે વિવાદમા સપડાઈ છે. કોરોના મહામારીની પરવા કર્યા વિના લોકોની સેવા કરવાને બદલે રિતસરની સરકારી તિજાેરી પર લુંટ ચલાવતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પર્દાફાશ થયો છે.

કોરોના વોર્ડની હોસ્પિટલમા કુલ ૬૦૦ બેડ છે જેમાં ૪૦૯ બેડ સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિના મુલ્યે સારવાર મળે તે માટે રિઝર્વમા રાખ્યા હતા. આવા ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ સરકાર ઊઠાવી રહી છે.

સરકાર ગાઈડ લાઈન પ્રમાણે ખાલી બેડનુ ભાડુ પણ ચુકવતી હતી, પરંતુ લાલચુ હોસ્પિટલ સંચાલકોએ ખાલી બેડ હોવા છતાં પણ કાગળ પર બોગસ દર્દીઓને સારવાર આપતા હોવાનુ બતાવી સરકારી તિજાેરીની લુંટ ચલાવતા હતા. આ ગેરરીતિ વડોદરા આરોગ્ય વિભાગના તંત્રને ધ્યાને આવતા આ આખા કૌંભાડનો પર્દાફાશ થયો છે. કુલ હોસ્પીટલમા ૧૯૩ દર્દિઓ સારવારમા હતા, જેમાં ૯૩ દર્દિઓ પે બેડ પર હતા અને ૧૦૦ દર્દિઓ સરકારી બેડ પર હતા. પરંતુ ધિરજ હોસ્પીટલે કોરોનોના ૧૯૩ દર્દીની જગ્યાએ તેનાથી વધારે ૩૫૦ કાગળ પર નોંઘતા સરકારી તંત્રને આ બાબત ધ્યાને આવતા તમામ પ્રકારના કરાર હોસ્પીટલ સાથે રદ કરી કોરોના માન્યતા રદ કરનાનો ર્નિણય લીધો છે.

ધીરજ હોસ્પિટલના વિવાદ

• મનસુખશાહ અને તેના પુત્રએ પરીક્ષામા પાસ કરાવવા વિદ્યાર્થીઓ પાસે નાણાં પડાવતા હતા

• બોગસ ખેડુત બની ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરાયું હતું

• કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ કર્યો હતો

• અમદાવાદ થી આવેલ એનઆરઆઈ કોરોના પેશન્ટનો આઈ ફોન ઈલેવન અને સોનાની કડીઓ ગુમ થઇ હતી

• નર્સીંગના ૧૦૦૦ જેટલા વિધ્યાર્થીઓ ફરજન પર હાજર નહોતા થયા

• પાદરાના હિરાભાઈ નામના વૃઘ્ઘનો મૃતદેહ ની જગ્યાએ અન્યનો મૃતદેહ સોંપી દીધો હતો

• જીગ્નેસ સુથાર નામના કોરોનાના દર્દિને ડિસ્ચાર્જ નહિ કરાતા તેના પરિવારે પથ્થર મારો કર્યો હતો

• એમબીબીએસના સ્ટુડન્ટોને ઓફ લાઈન પરીક્ષા આપવા દબાણ કરાયુ ંહતું

સમાજ પ્રત્યેની સંવેદનશીલતા ન બતાવતાં લોકોમાં ભારે રોષ

વડોદરા. લાખો રૂપિયાના જંગી ડોનેશન લઈ એડમિશન આપવા સહિત શૈક્ષણિક લૂંટફાટ માટે વગોવાયેલી સુમનદીપ વિદ્યાપીઠે કોરોના મહામારી માટે સરકારી બેડ અનામત તો રાખ્યા, પરંતુ તે માટે જરૂરી સ્ટાફ નહીં ફાળવી સમાજ પ્રત્યેની સંવેદનશીલતા બતાવવામાં પણ પાછીપાની કરતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

મનાઈહુકમને ઉ૫લી અદાલતમાં પડકારાયો

વડોદરા. સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસમાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડવાના થયેલા આદેશ બાદ સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો તેના પર મનાઈહુકમ મેળવી લાવતાં તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા એ મનાઈહુકમને ઉપલી અદાલતમાં રદ કરાવવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.