વડોદરા-

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાદરા તાલુકાના ચાર રસ્તાના કામ માટે રૂ.૯૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના આથમનાપૂરા,વાસણારેફ અને સારેજા એપ્રોચ રોડ તથા જાસપુર - ધોબિકુવા રસ્તાના કામ માટે આ રકમની ફાળવણી કરવામાં આવી છે. આ રસ્તાના કામો પૂર્ણ થતાં નાગરિકો સહિત વાહનોની યાતાયાતમાં સરળતા રહેશે.