વડોદરા, તા.૧૮ 

વડોદરા શહેરમાં એક તરફ પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કોવિદ-૧૯ની ગાઈડ લાઇનનું પાલન કરાવવાને માટે કડકાઈથી અમલવારી કરાવીને જંગી દંડ સામાન્ય નાગરિકો પાસેથી વસુલવામાં આવે છે. ત્યારે બીજી તરફ તંત્રના આંખ આડા કાનને લઈને પબ્લિક ટ્રાન્ઝેક્શનની તમામ સરકારી કચેરીઓ, બેંકો, સંસ્થાઓ ખાતે ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આવી સંસ્થાઓ સામે આકરા પગલાં લઈને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનું જણાવવામાં આવતું નથી .શહેરના લહેરીપુરા ન્યુ રોડ પર આવેલ બેન્ક ઓફ બરોડાની શાખા પર સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ખુલ્લે આમ ધજાગરા ઉડ્યા હતા. તેમ છતાં તંત્ર તમાસો જાેઈ રહ્યું હતું.