આણંદ, તા.૨૬ 

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારી આધારિત ગ્રામીણ પેયજળ તથા “નલ સે જલ” કાર્યક્રમ પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થાઓ કરવાના ભગરૂપે આણંદ જીલ્લાના વાસ્મો દ્વારા કાર્યરત જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમની બેઠક તા.૨૫ના રોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.  

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થાઓ માટે જિલ્લાના પીવાના પાણીના વ્યવસ્થાના ભાગરૂપે લોકભાગીદારી આધારિત “જલ જીવન મિશન” કાર્યક્રમ હેઠળ આણંદ જિલ્લાના વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા કુલ ૧૭ યોજનાઓ નળ કનેકશન સહિત જેની અંદાજિત રકમ રૂ.૧૨૩.૩૦ લાખની નવિન યોજનાઓની દરખાસ્ત રજુ કરવામાં આવેલ. કલેકટર દ્વારા સદર યોજનાઓ મંજૂર કરવામાં આવેલ તેમજ પ્રગતિ હેઠળની યોજનાઓને કામગીરી ઝડપી બનાવી સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપવામાં આવેલ. ઉપરાંત આણંદ જિલ્લામાં  “જલ જીવન મિશન” તથા “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત બાકી રહેતાં ઘરોને નળ કનેકશન દ્વારા ઘર આંગણે પાણી પુરૂ પાડવામાં આવે તે માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવેલ. તેમજ ડિસેમ્બર-૨૦૨૦ અંતિત જિલ્લાના બાકી રહેતાં તમામ ઘરોને નળ દ્વારા પાણી પીરાવઠો પૂરો પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. સદર બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય સમિતિના સભ્યઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.