દાહોદ, તા. ૬ 

દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ ઉજવણી નિમિત્તે ૩૫૦૦ જેટલા વિવિધ વૃક્ષોની વાવેતર કરીને બાવકા ખાતે નંદનવનના નિર્માણનો શુભારંભ કરાશે.

જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉદ્દધાટક તરીકે મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ અને સર્વે ધારાસભ્યઓ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેવડીયા જંગલ સફારીના નિયામક રામ રતન નાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક આર.એમ. પરમાર દ્વારા શિવમંદિર, બાવકા ખાતે વિપુલ વન ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.