લોકસત્તા ડેસ્ક

પિત્ત અને વાયુની સમસ્યા આમ તો છે ખૂબ જ સામાન્ય પણ આ જેને થાય તેને ખબર પડે કે આમા સામાન્ય જેવું કાંઇ નથી! કારણ કે તે અકરામણ, ખાટા ઓડકાર, ગેસ કાઢવો આ બધુ જેને વીતે તેને ખબર પડે. સામાન્ય રીતે આવું થતા જ લોકો જાત જાતને દવાઓ લે છે અને પછી ભૂલી જાય છે કે આવું કેમ થયું? અને બસ થોડા સમય પછી આવું ફરી થાય અને દવાઓ લઇને વાતને સામાન્ય બનાવી લેવામાં આવે છે. પણ તેના મૂળ સુધી નથી જવાતું.

જો તમે ખાટા ઓડકાર અને ગેસની લાંબા ગાળે દવાથી પણ નથી જતી. તેની અસર ઓછી થઇ જાય છે. અને છેવટે ભોગવવાનું તમારે આવે છે. હવે તો નાનું ઉંમર શું અને મોટું ઉંમર શું, લોકોની લાઇફસ્ટાઇલ એવી બદલાઇ છે કે કોઇ પણ ઉંમરના લોકોને એસિડિટી, પિત્ત અને વાયુની આ સમસ્યા થઇ શકે છે. ત્યારે જો કંઇ બદલવાની જરૂર છે તો તે છે આપણી જીવનશૈલી.

રોજ વ્યાયામ- જ્યાં સુધી તમે ચાલશો નહીં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. દિવસમાં 20 થી 30 મિનિટ ચાલવું અને તેમાં પણ પેટને મજબૂત કરવાની થોડી હળવી કસરતોને પણ સમાવો.

પાણી પીઓ - કામમાં કે પછી ચિંતામાં આપણે પાણી પીવાનું ઓછું કરી લઇએ છે. 10 ગ્લાસ પાણી પીવો અને થાય તો પપૈયાનો જ્યૂસ, દાડમનો જ્યૂસ પણ સપ્તાહમાં 3 થી 4 વાર પીઓ.

મેથી, જીરું- મેથીના દાણા કે પછી જીરા સાથે મિત્રતા કરી લો. એસિડિટીમાં મુખવાસ તરીકે નાની ચમચી જીરું ચાવો. અને રાતે નાની ચમચી મેથી પાણીમાં પલાળો. સવારે તેમાં અજમાનો ભૂક્કો નાખી આ પાણીને ઉકાળો અને પછી આ પાણીની ભૂખ્યા પેટે સવારે જાગો ત્યારે પી લો.

ભોજનનો સમય નિયમિત રાખો.

ભોજન કર્યા પછી 5 મિનિટ લટાર મારો પછી બેસો. અને સાંજે 6 અને બહુ બહુ તો 7 વાગ્યા પછી આહાર ન લો. બહુ ભૂખ લાગે તો રાતે એક કપ દૂધ પી શકાય છે. વળી સાંજે ખાટી વસ્તુઓ જેમ કે દહીં, લીબું ખાવાનું ટાળો. સાંજે ઓછા તેલ અને મરચા વાળો હળકો કે બાફેલો ખોરાક લો. થાય તો ઘઉં, ચોખાના લેવાનું ટાળો. વળી રાતે સૂતા પહેલા 5 થી 10 મિનિટ ચાલો. આમ તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવશો તો જ આ સમસ્યામાંથી બહાર આવી શકશો.