ભુજ,પશ્ચિમ કચ્છના ખેતી પ્રધાન અને જિલ્લાની સૌથી મોટી પંચાયત ધરાવતું નખત્રાણા મથક પ્રખ્યાત ધાર્મિક સ્થળઓએ જવા માટે પ્રવેશદ્વાર સમુ છે. એવુ વિકસિત નગર તેના મુખ્યમાર્ગ પર રહેતી ટ્રાફિક, અવાજ પ્રદુષણ અને અકસ્માતની સમસ્યાથી બેહાલ બન્યું છે. અહીં બાયપાસની વર્ષો જૂની માંગ વલઉકેલ છે તો ફોર ટ્રેક બનાવવા તંત્ર ઉદાસીન છે.

માર્ગની ઉપીયોગીતા કચ્છના પશ્ચિમ દિશાએ આવેલા પ્રસિદ્ધ માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, હાજીપીર વગેરે યાત્રાધામોએ જવા માટે નખત્રાણા નગરમાંથી પસાર થતા લખપત ધોરીમાર્ગનો ઉપીયોગ થાય છે. રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સાંધી સિમેન્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ અને પવનચક્કીના એકમો માટે પરિવહન કરતા ભારવાહક વાહનો પણ આજ માર્ગેથી પસાર થાય છે. જ્યારે પ્રાથમિક શાળાથી લઈ કોલેજ સહિતના અભ્યાસ કેન્દ્રના ખાનગી અને સરકારી સંકુલો પણ આજ માર્ગે કાર્યરત છે, સાથે સાથે તમામ વહીવટી કચેરીઓ અને ગામની મુખ્ય બજાર પણ આજ માર્ગે સતત ધમધમે છે. આ માર્ગની વિશેષતા અને ઉપીયોગીતા કેટલી છે તે સમજી શકાય એમ છે. લખપત ધોરીમાર્ગ પસાર થાય છે માર્ગ પર અત્યારે નવા રોડનું કાર્ય ચાલુ છે. ગુરુવારે પણ પોલીસ સ્ટેશનથી વઠાણ ચોક સુધી ૨ કી.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસનો સમય અન્ય કામના બદલે ટ્રાફિક પૂર્વવત કરાવવામાં વ્યથિત થાય છે. એવા માર્ગ પરની મુશ્કેલીના નિવારણ માટે બાયપાસ માર્ગ બમાવવો અનિવાર્ય છે. આ માટે વર્ષીથી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. જેના ભગરૂપે ૨૦૧૭માં તાલુકા પંચાયત દ્વારા એક સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ અમલવારી થઈ શકી નથી.

સતત પ્રજા પ્રશ્નોને ઉજાગર કરતા અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પાંચ મુદાના એજન્ડામાં નખત્રાણા બાયપાસ માર્ગનો સમાવેશ કર્યો હતો.એ પાંચમાંથી બે મુદાનો ઉકેલ આવી ગયો છે. તેમાં હવે નખત્રાણા માર્ગના મુદાનો પણ ઉકેલ લાવવામાં આવે એવી લોકોએ માંગ કરી છે.