પાલનપુર-

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્ય વધુ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠાનાં પાલનપુરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠાનાં પાલનપુરમાં આવેલો ભૂકંપનો આંચકો ગત રાત્રીનાં 11.34 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો 3.4 ની તીવ્રતાનો નોંધાયો છે. પાલનપુરથી લગભગ 38 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનુ સામે આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં જ જામનગરમાં એક પછી એક ભૂકંપનાં આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. જ્યા એક તરફ કોરોનાને કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં આવી રહેલા ભૂકંપે લોકોનાં મનમાં એક ડરનો માહોલ બનાવી દીધો છે.